Wednesday, March 11, 2026

હળવદમાં ત્રણ શખ્શો દ્વારા વેપારી પર નજીવી બાબતે હુમલો.

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં ત્રણ શખ્શો દ્વારા વેપારી પર નજીવી બાબતે હુમલો.

હળવદ શહેરમાં બાઈકના એન્જીનનું લેથકામ કરાવવા આવેલા શખ્સને પાંચ મિનિટ રાહ જોવાનું કહેનાર વેપારી યુવાન ઉપર ત્રણ શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ અને પાવડા વડે હુમલો કર્યો હતો.

ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરના ઢવાણીયા દાદાના મંદિર પાસે આવેલ શિવ કોમ્પ્લેક્સમા ડીલક્ષ ઓટો રિપાવરિંગ નામની દુકાન ધરાવતા પ્રિયાંક પ્રકાશભાઈ કુંડારિયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમની દુકાને ભવાનીનગર ઢોરા પાસે રહેતો આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ઈશુભાઈ આવ્યો હતો અને પોતાના બાઈકનું એન્જીન લેથકામ માટે આપી ગયો હોય તે આપવા કહેતા વેપારી પ્રિયાંકે પાંચ મિનિટ રાહ જોવાનું કહેતા ઇમરાન ઉશ્કેરાઈ ગયો હતો અને હમણાં આવું તેમ કહી જતો રહ્યો હતો.થોડો સમય બાદ આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ઈશુભાઈ પોતાની સાથે અન્ય બે અજાણ્યા શખ્સોને લઈને આવ્યો હતો અને વેપારીને બેફામ ગાળો આપી સાથે લાવેલ પ્લાસ્ટિકના પાઇપ વડે તેમજ પાવડા વડે હુમલો કર્યો હતો અને સાથે રહેલ અન્ય શખ્સ પ્રિયાંકને છરી મારી દેવાની બુમો પાડતા આજુબાજુના લોકો એકઠા થઇ જતા ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા.બનાવ અંગે હળવદ પોલીસે પ્રિયાંકની ફરિયાદને આધારે ત્રણેય હુમલાખોર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,281

TRENDING NOW