હળવદના ભવાનીનગર ઢોરામા હુસેની ચોકની બાજુમા લાલુભા દરબાર ના ઘરની બાજુમા ખુલ્લી જ્ગ્યામા તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરામા હુસેની ચોકની બાજુમા લાલુભા દરબારના ઘરની બાજુમા ખુલ્લી જ્ગ્યામા તીનપતિનો જાહેરમા જુગાર રમતા આરોપીઓ લાલુભા દિપુભા ઝાલા, સવરચંદ ચરણદાસ તરખાણ, હસમુખભાઇ ચંદુભાઇ પરમાર, સાકીરભાઇ મહેરાદશાહ દિવાનને (રહે. બધા હળવદ), રોકડા રકમ રૂ. ૬૧૦૦ સાથે ચારેય આરોપીઓને હળવદ તાલુકા પોલીસે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.