હળવદમાં ઇંગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલસીબી.મોરબીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે સામાવાળા ધવલ નરેન્દ્રભાઇ શુકલ (રહે.જોષીફળી તા.હળવદ)વાળો ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે.





