Thursday, June 25, 2026

હળવદના સુરવદર ગામે બાવળની ઝાડીમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદના સુરવદર ગામે બાવળની ઝાડીમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે વાડામાં આવેલ બાવળની ઝાડીમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે આરોપી કિરણભાઈ કરશનભાઈ ધામેચા (ઉ.વ.૨૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં બાવળની ઝાડીમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના પાઉચ નંગ -૧૧૩ કિં રૂ.૧૧૩૦૦ તથા એક મોબાઇલ ફોન કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૧૩૩૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ ધર્મેશભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા રહે. સુરવદર ગામ તા. હળવદ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,338

TRENDING NOW