હળવદ તાલુકાના સુખપર ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુખપર ગામે ભરતભાઈ કાળુભાઇ ઉડેચાની વાડીમાં રહેતા ૨૨ વર્ષીય નીશાબેન વેચાતભાઈ નાયકને માતા-પિતાએ કામ કરતી નહી હોવાથી ઠપકો આપતાં ગઈ કાલના રોજ પોતાની જાતે ગળાફાંસો ખાઇ લેતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજપરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા.આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.