હળવદ તાલુકાના સરા ચોકડી નજીકથી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
હળવદ તાલુકા પોલીસને મળેલ હોય કે હળવદના સરા ચોકડી નજીકથી એક શખ્સ દારૂની બોટલો લઈને નીકળવાનો હોય ત્યારે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ સરા ચોકડી ખાતે રોડ પર આરોપી માનવ ઉર્ફે કાનો પ્રવીણભાઈ સોરીયા (ઉ.વ.૨૧) રહે. ઘુંટુ ગામ તા. મોરબીવાળો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ. ૮૪૦૦ નો મુદ્દામાલ પોતાના કબ્જા ભોગવટામા રાખી સરકારી એસટી બસમાં પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન હેરાફેરી કરતા મુદ્દામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.