(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: પવિત્ર શ્રાવણ માસ તા. ૦૯/૦૮/૨૦૨૧ થી શરૂ થઈ રહ્યો છે. ત્યારે હળવદ ના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. શ્રાવણ માસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી શિવાલયોમાં સ્વચ્છતા માટેના અનેક પ્રયાસો હાથ ધરાયા છે. વધુ પબ્લિક ભેગીના થાય અને લોકો શાંતિથી મહાદેવજીની પુજા આરાધના કરી શકે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્વયંસેવકને દરેક પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ શ્રાવણ માસના દર સોમવારે શિવજીના શ્રિંગાર દર્શન તેમજ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
પૂનમના દિવસે ૫૨- ગજની ધજા ચડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ કરવા આવતા બહાર ગામના શિવભક્તો માટે તેમના ઉતારાની વ્યવસ્થા તેમજ તેઓની કાળજી માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ માસમાં દરેક લોકો શિવ મય બને તે માટે દરેક પ્રકારની સેવા હળવદના દરેક શિવ મંદિરોમાં કરવામાં આવી છે.
