Saturday, March 14, 2026

હળવદના શિવપુર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદના શિવપુર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા નવ ઇસમોને મોરબી એલસીબી ટીમે દબોચી લીધા છે.

મોરબી એલસીબી ટીમ પો.હેડ કોન્સ શકિતસિંહ ઝાલા, તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં સીમાડાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા આરોપી રાજેશભાઇ ગણેશભાઈ જેઠલોજા (રહે. શિવપુર રામજીમંદિર પાસે), માંડણભાઇ ભોજાભાઇ સીણોજીયા (રહે. રાયધરા ચામુંડમાના મંઢ પાસે), નારણભાઇ શિવાભાઇ ફુલતરીયા (રહે. ચોરા પાસે શિવપુર), મુકેશભાઇ બચુભાઇ દેસાઈ (રહે. હાલ ધર્મગંગા સોસાયટી હનુમાનજીના મંદીર વાળી શેરીમાં નવી પીપળી મુળ ગામ સુરવદર), જયેશભાઇ હરજીવનભાઇ ધોરીયાણી (રહે.હાલ મહેન્દ્રનગર ગ્રીનપાર્ક સોસાયટી આનંદ એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફલેટ નં-૩૦૨ મુળ ગામ શિવપુર), અમીતભાઇ જેરામભાઇ અઘારા (રહે. હાલ ધર્મગંગા સોસાયટી હનુમાનજીના મંદીર વાળી શેરીમાં નવી પીપળી મુળ ગામ સરવડ), રજનીકાંતભાઇ શિવલાલભાઇ ધોરીયાણી (રહે. હાલ ધર્મમંગલ સોસાયટી હનુમાનજી વાળી શેરીમાં મહેન્દ્રનગર મુળ ગામ શિવપુર), ભરતભાઇ પ્રભાતભાઇ રાઠોડ (રહે. મોરબી-૦૨ રૂષભનગર બલોક નં-૪૩ મુળ ગામ નાગડાવાસ), હીતેશભાઇ મનસુખભાઇ ઠોરીયા (રહે. હાલ મહેન્દ્રનગર ત્રીજી શેરીમાં તાજી.મોરબી મુળ ગામ તરઘડી)ને રોકડ રૂપીયા રૂ.૧,૬૨,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૯ (કિ.રૂ.૩૬૦૦૦) તથા ફોર વ્હીલ કાર-૧ (કિ.રૂ.૨,૫૦,૦૦૦) મળી કુલ રૂ.૪,૪૮,૦૦૦ ના મુદામાલ સાથે નવ આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,597,046

TRENDING NOW