(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદ તાલુકાના સંદેશ દૈનિકના બ્યુરો ચીફ અને વરિષ્ઠ પત્રકાર અજય દવેનો આજે ૬૨મો જન્મ દિવસ છે. તા.૮/૭/૧૯૬૦માં મોરબી ખાતે જન્મ થયો હતો. તેઓ ગ્રેજયુએશન પૂર્ણ કર્યા બાદ પોતાના વ્યવસાયમાં જોડાયા હતા. તો સાથો સાથ સાંજના દૈનિકમાં પત્રકારત્વની શરૂઆત કરી હતી અને ટુંકા જ ગાળામાં ૧૯/૧ર/ર૦૦૧માં રાજય સરકાર દ્વારા એક્રીડીટેશન કાર્ડ મેળવ્યું હતું.
છેલ્લા ૧૮ વર્ષથી પત્રકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા “સંદેશ” દૈનિકના હળવદ તાલુકા ના બ્યુરો ચીફ અજયભાઇ દવે સત્યની સાથે હળવદના સચોટ સમાચાર પ્રકાશિત કરી તટસ્થ અને નિષ્પક્ષ પત્રકારની નામના મેળવી છે. ત્યારે આજે તેમના જન્મ દિન નિમિતે રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને તેમના હિતેચ્છુઓ દ્વારા મો.૯૯૭૯પ ૧૯૧૦૦ પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. તેમના જન્મ દિવસની હળવદ અને વડોદરા મિત્રો ની ટીમેં શુભેચ્છા પાઠવે છે.