હળવદના ગીની ગેસ્ટ હાઉસ નજીક થી વર્લી રમતા વૃદ્ધ ઝડપાયા.
હળવદ તાલુકાના શહેરી વિસ્તારમાં આવેલ ગીની ગેસ્ટ હાઉસ નજીક થી વર્લિનો જુગાર રમતા એક વૃદ્ધને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના ગીની ગેસ્ટ હાઉસ સામેથી પોલીસે ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડ નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકા સાહિત્ય તેમજ રોકડ રૂપિયા 3,150 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.





