મોરબી: હળવદ તાલુકાના નવા કડીયાણા ગામે ફરીયાદીનો ભત્રીજો ડ્રાઈવરને બોલાવા જતો હોય ત્યારે તુ કેમ અમારી સામે કતારાશ તેમ કહી 4 શખ્સોએ યુવાનને તથા તેના સાથીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા રાયમલભાઈ સવાભાઈ ઠુંગા (ઉ.વ.૨૫)એ આરોપી અંકિત જાદવજીભાઈ કોળી, વનરાજ જાદવજીભાઈ, હકા સમરતભાઈ કોળી,તથા જાદવજી ભાઈ કાનજીભાઈ કોળી (રહે.બધા નવા કડીયાણા ગામ. હળવદ) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઈકાલના રોજ ફરીયાદીનો ભત્રીજો ડ્રાઈવરને બોલાવા જતો હોય ત્યારે આરોપીઓ ત્યાં બેઠેલ હોય તે બાજુ જોતા તું અમારી સામે કેમ કતરાય છે તેમ કહી લાફો મારતા ફરીયાદી તેને સમજાવા જતાં આરોપીનાં હાથમાં રહેલ તલાવાર અને કુહાડીનો ઘા કરતા તથા તેના સાથી જીવણભાઈને ઈજા કરેલ તથા બીજો ઘા કરતા નવઘણભાઈ ઈજા કરી છરી,કુહાડી,તલવાર જેવાં હથીયાર ધારણ કરી ફરીયાદી તથા તેના સાથીઓને ગાળો આપી છુટા પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.