“હરિયાળું મોરબી” ઝુંબેશ અંતર્ગત આજે સવારે ૧૦ વાગ્યે ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બરવાળા હાઇસ્કૂલના મેદાનમાં સાગ, મહુડો, ચંપો, સીતા અશોક, બહેડા, અર્જુન સાદડ, અરીઠા, કદંબ, કાંચનાર, ખાખરો, નગોડ, પારિજાત, રાયણ, કૈલાસપતિ, સિંદૂરી, પેલ્ટ્રો, ગુલમહોર, કરંજ, કણજી, લીમડો, રેઇન ટ્રી, ઊમરો, કાશીદ, બદામ, રાવના, જાંબુડા, મીઠો લીમડો, લીંબુ, સીતાફળ, દાડમ, જામફળ, આમલી મળીને કુલ ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું.
આ પ્રસંગે બરવાળા હાઇસ્કુલના ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ જેરાજભાઇ પટેલ, આચાર્ય શ્રી ઝાલરિયાસાહેબ, તમામ સ્ટાફગણ, આયોજક લાયન્સ ક્લબ મોરબી સીટીના હોદ્દેદારો શ્રી રમેશભાઈ રૂપાલા, શ્રી કેશુભાઈ દેત્રોજા, શ્રી ફૂલતરિયાભાઇ, શ્રી પરસોતમભાઇ વગેરે તથા આયુર્વેદ પ્રચાર સંગઠન તેમ જ પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો શ્રી પ્રાણજીવન કાલરિયા, ડૉ.મનુભાઈ કૈલા, શ્રી જીલેશભાઇ કાલરિયા, ડૉ. મધુસુદન પાઠક, શ્રી શિવલાલ ડાંગર, શ્રી રાજભાઇ પરમાર, શ્રી દાજીભાઇ, શ્રી કિરતસિંહ ઝાલા, શ્રી ખોડાલાલ સદાતિયા, શ્રી હસમુખભાઈ વગેરે હાજર રહેલા.
દરેક વૃક્ષની માવજત અને ઉછેર માટે સરસ્વતી ભગવતી વિદ્યાલયના સ્ટાફગણની દેખરેખ હેઠળ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની ટીમ બનાવી જે તે વૃક્ષ ની જવાબદારી સોંપવામાં આવી.






