Friday, May 2, 2025

હડમતીયાના નવનિયુક્ત સરપંચ સોનલબેન ચાર્જ સંભાળે તે પહેલાં જ ગ્રામપંચાયત નું જરૂરી રીનોવેશન કર્યું

Advertisement
Advertisement
Advertisement

ગ્રામપંચાયત કચેરીના કેમ્પસમાં રંગબેરંગી ફૂલોનું રોપણ કરતા સોનલબેન રાણસરીયા તેમજ તેમના ઉધોગપતિ પતિ પંકજભાઈ રાણસરીયા

ટંકારા તાલુકાના હડમતિયા ગામના નવનિયુક્ત સમરસ સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા એ હજું ચાર્જ નથી સંભાળ્યો ત્યાં જ ગ્રામપંચાયત કચેરીના કેમ્પસમાં માટી ભરી ફરતે વોલ પાસે રંગબેરંગી ફૂલોનું રોપણ કર્યું સાથે પંચાયત ઘરનો ચાર્જ સંભાળે તે પહેલાં એ.સી., ફાઈલો રાખવા વુડન કબાટ, માળીયા કબાટ, ઓનલાઇન કામગીરી કરતા VCE માટે કોમ્યુટર સીપીયુ સેટ રાખવાં અલગ વુડન ટેબલ, અરજી કરનાર માટે બેસવા આધુનિક ખુરશીઓ, ગ્રામપંચાયત કચેરીની અંદર – બહાર સીસીટીવી કેમેરા, ગામની સુરક્ષા માટે હાલ જરુર હોય ત્યાં કેમેરા માટે તડામાર તૈયારીઓ કરતાં જોતા આજસુધીના પદાધિકારીઓએ ન કરી બતાવ્યું તે નવનિયુક્ત સરપંચ સોનલબેન રાણસરીયાએ કરી બતાવતા ગ્રામજનોના ચહેરા પર સ્મિત રેલાઈ રહ્યું જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત સમરસ ગ્રામપંચાયત બોડી વિધિવત ચાર્જ સંભાળશે ત્યારે ગ્રામજનોએ એ પણ ન ભુલવું જોઈએ કે “સૌનો સાથ સૌનો વિકાસ” સુત્રને સાર્થક કરવા ખંભે ખંભો મિલાવીને કામ કરવા કટિબદ્ધ રહેવું પડશે

ગામના સુખાકારી વિકાસ અર્થે શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, પાણીના જટીલ પ્રશ્નો માટે કેવા નિર્ણયો લે છે તે આગામી સમય બતાવશે. હાલ ગ્રામજનોને આશા જાગી છે કે નવનિયુક્ત સરપંચ આગામી દિવસોમાં વણઉકેલ પ્રશ્નોના નિર્ણયો લઈ ગામને વિકાસની કેડીથી કંડારશે અને સુખનો સુરજ ઉગશે તેવું સૌ કોઈ ગ્રામજનોને હાલ તો આશા મંડરાઈ રહી છે.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW