સુરેન્દ્રનગર જીલ્લા માં કલેક્ટર જેવા અધિકારીની ભ્રષ્ટાચાર માં સંડોવણી ખતરા ની ઘંટી છે
(લંકેશ)
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં બહાર આવેલું જમીન સંબંધિત કૌભાંડ હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. જો સુરેન્દ્રનગર જેવા બિન વિકસિત જિલ્લાના આ હાલ હોય તો મોરબી જેવા ઉધોગિક શ્રેત્ર અને અલ્પ જમીન ધરાવતા જીલ્લા માં છું હાલત હશે
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તપાસ એજન્સીઓને એક મહત્વની શીટ અને દસ્તાવેજો મળ્યા જેમાં જમીનના બિનખેતી રૂપાંતરણ માટે થયેલી ગેરરીતિઓનો ઉલ્લેખ હતો આ એક જ શીટ પરથી અંદાજે 1500 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
આ કૌભાંડમાં મુખ્યત્વે સરકારી જમીન તથા ખાનગી જમીનને બિનખેતી પરવાનગી આપવા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જમીન માલિકો પાસેથી દલાલો મારફતે મોટી રકમ લેવામાં આવી અને તે રકમ સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી હોવાની શંકા છે તપાસ દરમિયાન મળેલા કાગળોમાં કમિશનની રકમ અને દલાલોના નામો લખેલા હોવાનું સામે આવ્યું છે.
મોરબીમાં ગરીબની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પ્રાંત અધિકારી ઉપરી અધિકારીની મહેરબાની થી આબાદ બચી ગયો
જેને અનેક બોગસ ને ખેડૂત ના દાખલા આપ્યા જે ગેરરીતિ સાબિત પણ થઈ પણ કાર્યવાહીના નામે શૂન્ય જ સામે આવ્યું, હળવદની ૩૦ કરોડ ની સરકારી જમીન કૌભાંડમાં પણ આવું છે હાલ આરોપીને હળવદ પોલીસ દોહી રહી છે જેનું પણ ટૂંક સમય માં પોટલું વાળી દેશે
મોરબી જીલ્લા માં હજારો કરોડની રેતી ચોરીનું કોભાંડ છે જેના હળવદના લોકો પણ ED ની રાહ જોઈ રહ્યા છે , કોને હળવદની બ્રાહ્મણી નદી ની હજારો કરોડની રેતી ચોરીનું રેકેટ ચલાવી કરોડો ની મિલકત વસાવી હળવદ ના પેટાળ નો ખજાનો ખાલી કર્યો
આ મામલામાં નાયબ મામલતદારની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ માનવામાં આવી રહી છે તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરી અને પૂછપરછ દરમિયાન મહત્વની માહિતી બહાર આવી હોવાનું કહેવાય છે તેમની પાસેથી રોકડ રકમ પણ મળ્યાના અહેવાલો આવ્યા છે જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે
તપાસની આંચ કલેક્ટર કચેરી સુધી પહોંચતા સુરેન્દ્રનગરના તે સમયના કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ પણ સામે આવ્યું છે સરકાર દ્વારા તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને આ નિર્ણય બાદ સ્પષ્ટ થયું છે કે મામલો માત્ર નીચલા કર્મચારીઓ સુધી સીમિત નથી પરંતુ ઉચ્ચ સ્તરે પણ ગેરરીતિ થવાની સંભાવના છે
ACB અને ઇડી દ્વારા સંયુક્ત રીતે આ કૌભાંડની તપાસ આગળ વધારવામાં આવી રહી છે અનેક ફાઇલો દસ્તાવેજો અને ડિજિટલ માહિતી તપાસ હેઠળ લેવામાં આવી છે અને આવનારા સમયમાં વધુ અધિકારીઓ તથા દલાલોના નામ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
1500 કરોડ કોઈ નાનો આંકડો નથી આમાં માત્ર એક બે અધિકારી સામેલ હોય એ માનવું લોકોની બુદ્ધિનું અપમાન છે દલાલો રાજકીય ઓળખાણ જમીન માફિયા અને ઉપર સુધીની સાંઠગાંઠ વગર આવું કૌભાંડ શક્ય જ નથી હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ તપાસ અંત સુધી પહોંચશે કે પછી થોડા અધિકારીઓને બલિનો બકરો બનાવીને મુદ્દો દબાવી દેવાશે??
જ્યારે સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે ત્યારે આવાં કિસ્સા આખી વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે જો 1500 કરોડ જેવા કૌભાંડમાં પણ સાચા દોષિત બહાર ના આવે તો સામાન્ય માણસને કાયદા અને સિસ્ટમ પર વિશ્વાસ રાખવા શું બચે?





