સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીમાં પટ્ટ માંથી દેશી દારૂ બનાવવાની બે ભઠ્ઠી ઝડપાઈ.
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીનો પટ્ટ દેશી દારૂ બનાવવા માટેનો અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે હળવદ પોલીસે બે અલગ અલગ દરોડા પાડી બે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ત્રણ શખ્સ હાથ ન લાગતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પોલીસે દરોડો પાડી આરોપી સુનિલ રમેશભાઈ ચરમારીની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ આથો, દેશી દારૂ, ગેસના બાટલા 8 અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 38 હજારનો મુદ્દામાલ ઝડપી લઈ દેશી દારૂનો ધંધાર્થી સુનિલ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.