મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, મોરબી જીલ્લાનાઓએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓનો ભેદ ઉકેલી આવી પ્રવૃતિ આચરનારા ઇસમોને સત્વરે પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયા નાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિરામીકના માલીકોને વિશ્વાસમાં લઇ એક મહિનામાં મંગાવેલ માલનુ પેમેન્ટ આપવાના વાયદા કરી ટાઇલ્સ મંગાવી તેનું પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરી આર્થિક લાભ મેળવવા ગુન્હાહિત કાવતરૂ કરનાર ઇસમો વિરૂદ્ધમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફ મંજૂરી અર્થે મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જીલ્લાનાઓએ સામાવાળા વિરૂદ્ધમાં પાસા વોરંટ ઇસ્યુ કરતા મજકુર ઇસમો નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા પટેલ( ઉ.વ.૨૭, રહે. રાજ રેસીડેન્શી, કામરેજ રોડ, સુરત) તથા જગદીશભાઇ શંભુભાઇ જોગાણી પટેલ (ઉ.વ.૩૭,રહે. સૌરાષ્ટ્ર રેસીડેન્શી, પાસોદરા રોડ, કામરેજ, સુરત)ને પાસા તળે અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ તથા મધ્યસ્થ જેલ રાજકોટ હવાલે આવ્યા છે.





