મોરબી સિરામિકના વિવિધ પ્રશ્નોને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજુઆત કરી છે. જેમાં કોલગેસ કેશ, રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ્સ કેશ, તેમજ અન્ય મુદ્દાઓ બાબતે વિટ્રિફાઇટ ટાઇલ્સ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વોલ ટાઈલ્સ એસોસીએશન પ્રમુખ નિલેશ જેતપરિયા તેમજ એફઆઇએના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા અને મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના જોડાયા હતા.