Tuesday, March 10, 2026

સામખિયાળી મોરબી હાઇવે પર કાર માંથી વિદેશીદારુનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

સામખિયાળી મોરબી હાઇવે પર કાર માંથી વિદેશીદારુનો જથ્થો મળી આવ્યો.

સામખિયાળી મોરબી તરફ આવવાના નેશનલ હાઇવે પર ડિસેન્ટ હોટલ થી અર્જુન નગર વચ્ચે રસ્તામાં મહિન્દ્રા એક્સયુવી કાર માંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમને આજે સવારે સામખીયારીથી મોરબી તરફ નેશનલ હાઇવે વિદરકા ગામના પાટિયા નજીક ડિસન્ટ હોટલથી અર્જુનનગર વચ્ચે મોરબી 26 લખેલ માઈલ સ્ટોન નજીક GJ-3-HK- 6455 નબરની મહિન્દ્રા એક્સ યુ વી ગાડીમાં દારૂ ભરીને પસાર થતી હોવાની બાતમી મળતા આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તુરંત ત્યાં દરોડો પાડીને દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જેમાં કાર ચલાવતા આરોપી વીનેશ રામાભાઈ કોળી (ઉ.વ.23 રહે ભચાઉ)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 251 કિંમત રૂ.94, 125, રૂ.721 રોકડા એક મોબાઈલ તેમજ 10 લાખની ગાડી મળી કુલ રૂ.10,99.905 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં અન્ય ત્રણ ઈસમો અરવિંદસિંહ ઝાલા, રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા (રહે. બંને કચ્છ) અને દારૂ મંગાવનાર ના નામ ખુલતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,253

TRENDING NOW