સમસ્ત ખવાસ-રાજપુત સમાજ મોરબી યુવક મંડળના ઉપક્રમે તા. 22મીએ મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન
મોરબી: મોરબી નગરપાલિકા તેમજ અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ-રજપુત સમાજ મોરબી યુવક મંડળના ઉપક્રમે પ્રધાનમંત્રી યોજના મુજબ તા. ૨૨/૦૧/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯ થી ૨ અજ્ઞેશ્વર મહાદેવ મંદિર મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી નગરપાલિકા તેમજ અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ -રજપુત સમાજ મોરબી યુવક મંડળના ઉપક્રમે પ્રધાનમંત્રી યોજના મુજબ મોરબી ખાતે તા: ૨૨/૧/૨૦૨૩ રવિવારે સવારે ૯ થી ૨ કેસરબાગની બાજુમાં એલી કોલેજ રોડ, અજ્ઞેશ્વર મહાદેવ મંદિર મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેથી મોરબીમાં વસતા સમસ્ત ખવાસ-રજપુત સમાજ બંધુઓ તેમજ અન્ય સમાજના જરુરીયાતમંદ પરિવારને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ ડોક્યુમેન્ટમાં મામલતદાર કચેરીનો આવકનો દાખલો (૨૦૨૧) પછીનો, પરિવારના તમામ વ્યક્તિઓને આધારકાર્ડ સાથે હાજર રહેવુ તેમજ રેશનકાર્ડ સાથે લાવવાનુ રહેશે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે અનિલભાઈ રાઠોડ, વિજયભાઈ હાડા, મેહુલભાઈ ડોડીયા, સુધીર સોલંકી, ભાવિક મકવાણા, નરેન્દ્ર ગોહિલ, ભાવિક રાઠોડ, યુવરાજ પરમાર, પંકજ રાઠોડ ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.