મોરબી સમર્પણ હોસ્પીટલ નજીક ભક્તિનગર નજીક બાઈક ઓવરટેક કરી યુવકને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી મોટર સાયકલની ટાંકીમાં પથ્થરના ઘા ઝીકી નુકશાન પહોંચાડયુ હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે સમર્પણ હોસ્પીટલ પાછળ,ભક્તીનગર સોસાયટી,શેરી નં.૨માં રહેતા અને મજૂરીકામ કરતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે આજ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ ગોરાભાઈ પરમારે તેમને ઓવરટેક કરી ગાળો આપી હતી. તેથી જયેશભાઈએ પ્રેમજીને ગાળો બોલવાની ના પાડતા આરોપી પ્રવિણ ઉર્ફે પ્રેમજી ઉશ્કેરાયો હતો અને જયેશભાઈને ઢીકાપાટુનો માર મારી પથ્થર ઉપાડી ઘા કરી મોટર સાયકલમા નુકશાન કરતા જયેશભાઈએ પોલીસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાઆ પોલીસે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.