Saturday, May 3, 2025

સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા/નગરપાલિકા/ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે મહત્તમ રૂ।.૫૦,૦૦૦/- ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. અત્રેનાં મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા.૧૩/૦૭/૨૦૨૨ સુધીમાં નિગમની વેબસાઈટ https://gskvnonline.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક) કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૨૦/૦૭/૨૦૨૨ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW