સજ્જનપર ઘુનડા રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા બે નાસી છૂટ્યા
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજ્જનપર થી ઘુનડા તરફ જતા રસ્તે આવેલ તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં જુગાર રમતા કુલ પાંચ ઇસમોમાથી ત્રણ ઈસમો મનોજભાઇ ચુનીલાલભાઇ ઠાકર (ઉ.વ.૩૫) રહે. રવાપર ગામ રામજી મંદીર પાસે તા.જી.મોરબી, વિશાલભાઇ દેવદાનભાઇ ડાંગર (ઉ.વ. ૨૯) રહે. રવાપર ગામ હનુમાનજીના મંદીરની બાજુમાં તા.જી.મોરબી, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા (ઉ.વ. ૩૯) રહે. પંચાસર રોડ રાજનગર મોરબીવાળાને રોકડ રૂપિયા ૧,૫૯,૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે ઈસમો માધવભાઇ ભાલોડીયા રહે. સજનપર ગામ તા.જી.મોરબી તથા હીરેનભાઇ ચાડમીયા રહે. રવાપર ગામ તા.જી. મોરબીવાળો રેઇડ દરમ્યાન બાવળની કાંટ ખેતરનો લાભ લઈ નાસી ગયા હોવાથી કુલ પાંચ ઇસમો વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ મુજબ ગુન્હો નોંધી ટંકારા તાલુકા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





