વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની વ્યાપક બેઠક યોજાઇ.
ગત રવિવાર ના રોજ વિશ્વ હિંદુ પરિષદના બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની વ્યાપક બેઠક મોરબી ખાતે નવા સરસ્વતી શિશુ મંદિર, શનાળા ખાતે યોજવામા આવી હતી. જેમાં બજરંગદળના ગુજરાત ક્ષેત્રના અધિકારી, વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી તથા બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આ બેઠક નો મુખ્ય હેતુ વિશ્વ હિંદુ પરિષદ અખિલ ભારતીય ની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રા નું જે આગામી સમયમાં આયોજન કરવાનુ છે એ હતો. શૌર્ય જાગરણ યાત્રા આખા ભારત મા બજરંગદળ દ્વારા નીકળશે .આ બેઠકમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના ૩૦૦ થી વધુ કાર્યકર્તા ઓની ઉપસ્થિત રહી હતી.





