Tuesday, March 10, 2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બંગાવડી ગામે 3000 વૃક્ષો વાવી ઓક્સિજન પાર્કનું નિર્માણ કર્યું

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના બંગાવડી ગામે વિશ્વ ઓકિસજન પાર્કનું નિર્માણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. ખરા અર્થમાં પર્યાવરણની જાગૃતિની જરૂરીયાતને ધ્યાનમા લઈને જાગૃત નાગરીકો દ્વારા ભવ્ય આયોજન કરવામા આવેલ છે. ઓકિસજન પાર્કમા ૩૦૦૦ વૃક્ષોનુ વાવેતર કરેલ છે. જેમા ઘટાદાર વૃક્ષો, ફુલોવાળા વૃક્ષો, ઔષધિય વનસ્પતિ અને અનેક જાતના ફળો આપતા વૃક્ષો અને ૫૦ જાતના અલગ-અલગ વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા અને વતનપ્રેમી ઉધોગપતી દ્રારા ભારે જહેમત ઉઠાવી ૨૫ વિધા જમીનમાં ફરતે ફેન્સીંગ કરીને ૧૦ લાખના ખર્ચે જમીન લેવલ કરવામા આવી હતી. અને આ કાર્યને સફળ બનાવવા માટે બંગાવડીના ઉધોગપતી પ્રફૂલભાઈ દેત્રોજા, અમ્રુતભાઈ દેત્રોજા, દામજીભાઈ દેત્રોજા, માવજીભાઈ દલસાણીયા, ગણેશભાઈ દેત્રોજા, વિનોદભાઈ દેત્રોજા અને રણછોડભાઈ મેંદપરા દ્વારા ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં યુવા ટીમમાં યુવાનો દ્વારા તન-મન અને ધનથી મહેનત કરનાર કાર્યકરો ઠાકરશીભાઈ, વિરજીભાઈ, દિનેશભાઈ, છગનભાઈ, નાનજીભાઈ, શીવાભાઈ, યોગેશભાઈ, જીગ્નેશભાઈ, અશ્વિનભાઈ, નીથીતભાઈ, પ્રગ્નેશભાઈ, શીવાલાલ, હરીભાઈ, ભરતભાઈ, અશોકભાઈ વગેરેએ સહયોગ આપેલ છે. તેમજ બંગાવડી ગામના ગૌ-માતા યુવક મંડળનો ભરપુર સહયોગ મળેલ હતો.

આ કાર્યાના સ્વપ્નદ્રષ્ટા એવા પરેશભાઈ દેત્રોજા, અરવિંદભાઈ દેત્રોજા, રસીકભાઈ દેત્રોજા, વસંતભાઈ દેત્રોજા, પ્રકાશભાઈ દેત્રાજાએ રાત-દીવસ જોયા વગર એક મહીના સુધી ઘણી જ મહેનત કરીને આ કાર્યને પાર પાડયું હતું. તેમજ ગામના સરપંચ જીગ્નેશભાઈ, ઉપસરપંચ કૃષ્ણસિંહ જાડેજા, ગામના આચાર્ય અમુભાઈ, રમેશસાહેબ તેમજ પ્રવિણસિંહ ઝાલાએ યોગ્ય સહયોગ આપ્યો હતો. જ્યારે સંસદ મોહનભાઈ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુલભજીભાઈ દેથરીયા, પ્રાંત અધીકારી ઝાલા ટંકારા મામલતદારે બંગાવડી ઓકિસજન પાર્કની મુલાકાત લીધી હતી.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW