વાવડી રોડ પરથી જુગાર રમતા બે ઝડપાયા
મોરબીના વાવડી રોડ પર આવેલ કારિયા સોસાયટી નજીકથી જુગાર રમતા બે પત્તાં પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રણછોડ મોતીભાઈ બાંભવા અને હીરાભાઈ નારણભાઇ બાંભવાને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 16000 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.