Saturday, August 8, 2026

વાંકાનેર હાઇવે પર ઇકો ચાલકે હડફેટે લેતાં આધેડનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર હાઇવે પર ઇકો ચાલકે હડફેટે લેતાં આધેડનું મોત

વાંકાનેર: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક ઇકો ચાલકે રોડ ક્રોસ કરી રહેલા આધેડને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની આરોપી ઈકો કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સીધ્ધાર્થ નગર રેલ્વે સ્ટેશન પાસે રહેતા આશાબેન સભાનારાયણ તીલેશ્ચર શર્મા (ઉ.વ.૪૮)એ આરોપી ઈકો કાર રજીસ્ટર નંબર-જીજે – ૩૮- બીબી – ૨૭૦૮ વાળીના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૬-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના પતિ સભાનારાયણ તીલેશ્ર્વર શર્મા ઉ.વ.૫૦ વાળા પગે ચાલીને વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક રોડ ક્રોસ કરતા હતા તે વખતે આ કામના આરોપીએ પોતાના હવાલાવાળી ઈકો કાર નં- જીજે -૩૮- બીબી- ૨૭૦૮ વાળીના ચાલકે પુરઝડપે અને બેદરકારી રીતે ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી તેણે ફરીયાદીના પતિને હડફેટે લઈ રોડ પર પછાડી દઈ અકસ્માત સર્જી વાંકાનેર તરફ નાશી જતા ફરીયાદીના પતિને શરીરે તથા માથાના ભાગે તથા પડખાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની આશાબેને આરોપી ઈકો કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,857

TRENDING NOW