Tuesday, March 10, 2026

વાંકાનેર: સામે કેમ જુએ છે..!! તેમ કહીં એક શખ્શે યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં નજીવી બાબતે યુવાનને ગાળો આપી એક શખ્શે લોખંડના પાઇપ વડે યુવાન પર હુમલો કર્યો હતો. આ બનાવ યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકે શખ્શ વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના રામકૃષ્ણ કારખાના પાસે રહેતા ઈશ્વરભાઈ ભરતભાઇ ધરોડીયા (ઉ.વ.28) એ આરોપી ગોરધનભાઈ ઉર્ફે ગોધો ગોવિંદભાઈ ઇટોદરા (રહે.રામકૃષ્ણ પંચાસર રોડ વાંકાનેર) સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ઇશ્વરભાઇ ગત તા.12 ના રોજ વાંકાનેર વાંઢા લીમડા ચોક રોડ પરથી મોટરસાયકલ લઇને પોતાના કારખાનેથી ઘેર જમવા જતો હોય ત્યારે આરોપી ગોરધન રોડ પર ઉભો હોય અને ઇશ્વરે એની સામે જોતા આરોપીએ સામે કેમ જુએ છે. તેમ કહી ગાળો દેતા ઇશ્વરે ગાળો બોલવાની ના પાડતા આરોપી વધુ ઉશ્કેરાય ગાળો આપી ફરિયાદીના ઘરમાં જઇ લોખંડના પાઇપ વડે ઇશ્વરભાઇના માથાના ભાગે મારી ઇજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ પરથી આરોપી વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ હેડ.કોન્સ્ટેબલ પી.એચ.બોરાણાએ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,239

TRENDING NOW