Sunday, March 8, 2026

વાંકાનેર-મોરબી ને.હા. રોડ ઉપર ટ્રેક્ટરની ટોલી પાછળ ભટકાતાં બાઈક સવારનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર-મોરબી ને.હા. રોડ ઉપર ટ્રેક્ટરની ટોલી પાછળ ભટકાતાં બાઈક સવારનું મોત

મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક્સેલ સિરામિક કારખાના નજીક ટ્રેક્ટરની ટોલી પાછળ ભટકાતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક રોડ ઉપર ટ્રેક્ટર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી ટ્રેકટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે પરાના નાળા પાસે રહેતા અને મુળ ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના વતની પરવેજભાઈ અનવરહુશેન નાનાણી (ઉ.વ.૨૨) એ આરોપી ટ્રેક્ટરની પાછળ જોડેલ ટોલી નં – GJ-20-T-6142 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના આશરે દોઢેક વાગ્યા વખતે આરોપીએ પોતાના હવાલા વાળુ આઇશર કંપનીનુ ટ્રેક્ટર પાછળ જોડેલ ટ્રોલીના નંબર GJ-20-T-6142 વાળુ હાઇવે રોડ ઉપર લેન સાઇડ બદલાવવા માટે પાછળ જોયા વગર ઝડપથી બીજી સાઇડમા લેતા પાછળથી આવતા ફરીયાદીના ભાઇનુ કાળા કલરનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચેસીસ નં.– MBLHAW129M5M02465 વાળુ આ ટ્રેક્ટરની પાછળ જોડેલ ટ્રોલીના પાછળના ભાગે ભટકાઇ જતા શરીરે ઇજા પહોંચતા મોત નિપજ્યું હતુ. અને અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર રોડ ઉપર રેઢુ મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW