મોરબી: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાનાઓની સુચના મુજબ મોરબી જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂ ચના આપતા આજરોજ એલ.સી.બી. મોરબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયાને સયુંકત ખાનગી બાતમી મળેલ કે, રમેશભાઇ નાથાભાઇ કોળી રહે. કમળાપુર તાજસદણ જી.રાજકોટ વાળો વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આવેલ મુરલીધર હોટલ પાસે કોઇ વાહનની રાહ જોઇ ઉભેલ હોય જેણે શરીર ઉપર ફુલની ડીજાઇન વાળો શર્ટ તથા ક્રીમ કલરનુ પેન્ટ પહરેલ છે જેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર રીતે હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી ચોકક્સ બાતમી મળેલ હોય જે હકિકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આવેલ મુરલીધર હોટલ પાસે રોડ ઉપરથી આરોપી રમેશભાઇ નાથાભાઇ વાઘાણી ( ઉ.વ. ૩૧) રહે. કમળાપુર તા.જસદણ જી.રાજકોટ વાળો દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી), એ, મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.





