Thursday, March 12, 2026

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બોલેરોએ હડફેટે લેતા વૃદ્ધનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બોલેરોએ હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી: વાંકાનેર બાઉન્ડ્રી નજીક યજ્ઞપુરુષનગર ગામના પાટિયા પાસે પગપાળા જઈ રહેલા વૃદ્ધને બોલેરો હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક બોલેરો મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી બોલેરોના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા મહેશભાઇ દાનાભાઈ રાઠોડ (ઉ.વ.૨૮)એ આરોપી બોલેરો માલવાહક રજીસ્ટર નંબર – GJ-13-AT-7323 ના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો માલવાહક રજીસ્ટર નંબર- GJ-13- AT-7323 નંબરની બનાવના સમયે બનાવવાળી જગ્યાએ પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદના પિતા દાનાભાઈ સોમાભાઈ રાઠોડ ઉ.વ.૬૫ ના પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે તેમને હડફેટે લેતા માથાના ભાગે તથા જમણા હાથે કાંડાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મોત નિપજ્યું હતું. અને અકસ્માત સર્જી આ આરોપી બોલેરો માલવાહક રજી.નં.GJ-13-AT-7323 નંબરની સ્થળ પર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી બોલેરોના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪,૧૩૪,૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,493

TRENDING NOW