વાંકાનેર પીબીએસસી ના કાઉન્સેલર તેજલબા ગઢવીએ ૨૦ વર્ષ નુ લગ્નજીવન તૂટતા બચાવ્યુ
વાંકાનેર ના ચાર સંતાન ની માતાએ ઘરેલુ હિંસાના ત્રાસ થી કંટાળીને પોલીસ સ્ટેશનની મદદ માગી હતી જેમાં અરજદાર તથા તેમના પતિ અને સાસુ તથા બાળકોને બોલાવી સતત કાઉન્સિલિંગ કરી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું તેજલબા ગઢવી ના પ્રયત્નોથી આજે ફરી એકવાર એક પરિવારનો 20 વર્ષ જૂનો ઘરસંસાર ફરીથી મહેક તો થયો
બનાવ અંગેની વિગત એવી છે કે અરજદાર બેન ના લગ્નને 20 વર્ષ થયા હતા તેમની મોટી બહેનને બે બાળકો નાના હતા અરજદારને મોટી બહેનનું અચાનક મૃત્યુ થવાથી તેમના બે નાના બાળકો ની ઉંમર બે વર્ષ હતી અને બીજા નાના બાળકની ઉંમર 9 મહિનાની હતી માટે અરજદાર બહેનના પપ્પાએ મોટી દીકરીના દીકરા માટે તેમણે તેમની નાની દીકરીને ત્યાં પરણાવી એટલે કે બેન ના લગ્ન તેમના જીજાજી સાથે થયા માટે અરજદાર બેન ના વડીલોએ બીજે દીકરી ત્યાં જ આપીશ કારણ કે છોકરાને કોણ સાચવે કહેવાય છે ને કે એક માસી જ હોય છે જે માનો પણ છાયો હોય છે માટે અરજદાર બેન ત્યાં પરણીને ગયા ત્યારે બધું જ બરોબર ચાલતું હતું અને એક વર્ષ પછી તેમના ત્યાં એક દીકરીનો જન્મ થયો અને ત્યારબાદ થોડા સમય બાદ તેમને બીજી દીકરીનો પણ જન્મ થયો અરજદાર બેન ચારે બાળકોને પોતાના જ સમજીને સારી રીતે લાલન પાલન કરતા હતા પરંતુ ઘરમાં નાની-નાની બાબતમાં તેમના સાસુ એમની સાથે ઝઘડા કરતા અને તેમના પતિ પણ એવું કહેતા કે હવે મારે તારી જરૂર નથી મારા બધા છોકરા મોટા થઈ ગયા છે અને અરજદાર બેનના બધા છોકરાઓને ક્યારેય પિયર પણ આવવા દેતા ન હતા અને તેમના સાસુ વારંવાર ઘરમાં નાની-નાની બાબતમાં ઝઘડા કરી કરીને બેન ને પિયર મોકલી દેતા હતા અને તેમના કીધેલું કે હવે અમારે તારી જરૂર નથી માટે હવે તું આવતી જ નહીં એમ કહીને એમને ઘરમાંથી બહાર કાઢી મુકેલા હતા અરજદાર બેનના મમ્મીને ખૂબ જ એ વાત નુ જ દુઃખ થતું હતું કે મેં મારા નાના ભાણીયા માટે થઈને મે મારી બીજી દીકરી દીધી પરંતુ હવે એમ કે એના છોકરાને જ એની માની લાગણી નથી એમ કે નાના નાની ની પણ લાગણી નથી અમે તો અમારી બીજી દીકરી દીધી ને હવે આ લોકો એવું કહે છે કે અમારે જોતી નથી એટલે વારંવાર બંને પરિવારોનું કાઉન્સિલિંગ કર્યું અને તેમના છોકરાઓને પણ સરખી સમજાવ્યા અને સુખદ સમાધાન કરાવેલ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતું વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના અરજદાર બેન તથા તેમના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે