વાંકાનેર પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિને વીજશોક લાગતા મોત.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિને કોઈ કારણોસર વીજ શોક લાગતા તેમનું મોત નિપજ્યું હતું.
વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં ગઈકાલે ચંદ્રેશકુમાર બીંદ (રહે.આંણદપર તા.-વાંકાનેર) વાળાને કોઈ કારણસર વીજશોક લાગ્યો હતો. ત્યારે તેને હોસ્પિટલ ખસેવામાં આવ્યો હતો પરંતુ તેમનું મોત નિપજ્યું હતું . ત્યારે પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે