Monday, June 8, 2026

વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર એક્ટીવા સાથે અથડાતા બાઈક સવારનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર એક્ટીવા સાથે અથડાતા બાઈક સવારનું મોત

મોરબી: વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં રાખેલ એક્ટીવા સાથે અથડાતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ એક્ટીવા ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા લાધાભાઈ ઉર્ફે લધુભાઈ સતવાણી (ઉ.વ.૬૦) એ આરોપી એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-H-5219 નંબરના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૦-૦૯-૨૦૨૨ ના સવારના પોણા દશેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલાવાળુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-H-5219 નંબરનુ બનાવના સમયે બનાવવાળી જગ્યાએ એક્ટીવા રોંગ સાઈડમા માણસની જીંદગી જોખમાય તે રીતે રોડની સાઈડમા બંધ હાલતમા પડેલ ટ્રક નં. GJ-10- X-6821 નંબરના ટ્રકની આગળના ભાગે ટ્રક પાસે નેશનલ હાઇવે રોડ પર ઉભુ રાખતા સામેથી આ કામના ફરીયાદીના દિકરા રણછોડભાઈ (ઉ.વ.૩૨) પોતાના હવાલાવાળુ મોટરસાયકલ નં- GJ-36- K- 1195 નંબરનુ પોતાની સાઈડમા ચલાવી આવતા હતા તે દરમ્યાન મોટરસાયકલ GJ-36-H-5219 નંબરના એક્ટીવા સાથે ભટકાતા આ અકસ્માતમા મરણ જનાર રણછોડભાઈ ઉ.વ.૩૨ નાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તથા જમણી બાજુ પેટના ભાગે તથા જમણા પગે સાથળના ભાગે છોલાતા ઇજાગ્રસ્ત થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી એક્ટીવા ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે ફરીયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ-૨૭૯, ૩૦૪ (અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪,૧૭૭ મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,900

TRENDING NOW