વાંકાનેર નેશનલ હાઇવે પર પતરા ચડાવતી વખતે નીચે પડતાં યુવાનનું મોત.
વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડિયા ગામના પાટિયા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં પતરાની એંગલ ચડાવતી વેળાએ નીચે પડી જતાં 22 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાબુંડિયા નજીક આવેલ ઇપોઝ ટાઇલ્સ ફેક્ટરીમા પતરાની એન્ગલ ચડાવતી વેળાએ ઉચાઈએથી નીચે પટકાતા મૂળ બિહારના રહેવાસી અમિતકુમાર ઉમેશસીંગ સીંઘ ઉ.22 નામના શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





