Wednesday, March 18, 2026

વાંકાનેર તલાટીકમ મંત્રી સહિત બે વ્યાજખોરો અમરસર ફાટક પાસેથી ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તલાટીકમ મંત્રી સહિત બે વ્યાજખોરો અમરસર ફાટક પાસેથી ઝડપાયા.

વ્યાજ વટાવના કેસમાં તલાટીકમ મંત્રી સહિત ફરાર થઈ ગયેલા બે ઈસમોને અમરસર ફાટક પાસેથી ઝડપીને વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, તલાટીકમ મંત્રી આરોપી એઝાજહુશેન મહમદઈકબાલભાઈ કાદરી અને પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા અમરસર ફાટક પાસે વિહરી રહ્યા છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં બન્ને આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની કિંમતની કિયા કંપનીની કાર રજીસ્ટર નંબર GJ-01-KY-0302, રૂપિયા ૫૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન સાથે બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસના કે.એમ.છાસીયા, રવિભાઈ લાવડીયા, યશપાલસિંહ પરમાર, માલાભાઈ ગાંગીયા સહીતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,598,032

TRENDING NOW