Tuesday, March 10, 2026

વાંકાનેરમાં ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શક્તિ ચેમ્બર્સમાં માનવ ક્લીનીક નામનાં દવાખાનામાં ડીગ્રી વગરનો ડોક્ટરનેં વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મુળ બનાસકાંઠાના રહેવાસી અને હાલ મારોબીના રફાળેશ્વર મચ્છોનગર પાનેલી રોડ પર રહેતા કિર્તીભાઈ ડુંગરભાઈ ડોડીયા(ઉ.વ.૩૨)એ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શક્તિ ચેમ્બર્સમાં માનવ ક્લીનીક નામનાં પોતાના દવાખાનામાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર બીમાર દર્દિઓની સારવાર કરતાં મનુષ્યની જીંદગી કે અન્ય વ્યક્તિઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય તે રીતે પ્રેક્ટિસ કરી એલોપેથીક દવા કબ્જામાં રાખી જેમાં જુદી જુદી દવાઓ કિં.રૂ.૨૬૦૮૨ તથા રોકડ રકમ રૂ.૧૭૦૦ તથા સાધનો મળી કુલ રૂ.૨૭૭૮૨ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ. પી. સી. કલમ ૩૩૬ તથા મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૩૦,૩૩ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW