વાંકાનેરમાં પ્રતાપપરા શેરી નં-૦૧ માં બંધ મકાનમાંથી ચાંદીની વસ્તુ સહિત રૂ.૮૭,૨૦૦ નો મતામાલ ઉઠાવી તસ્કરો નાશી છુટયા હતા. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પ્રતાપપરા શેરી નં-૦૧ માં લતાબેન ચંદુલાલ મહેતાના બંધ મકાનના ગત તા. ૫ના ૦૯-૪૫ વાગ્યાથી તા. ૬ના ૧૦ વાગ્યા દરમિયાન તસ્કરો મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડી મકાનમા પ્રવેશી, રૂમમા રહેલા બે કબાટ કોસ જેવા હથીયાર વાપરી તેને ખોલી કબાટમા પેટીમા રહેલ રોકડ રૂ. ૨૨૦૦૦ તથા બીજા કબાટમા રહેલ રોકડ રૂ. ૧૮૫૦૦ તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ રૂ. ૮૭૨૦૦ની ચોરી કરી આરોપી નાશી છુટયા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરીયાદ નોંધી ચોરને ઝડપી પાડવામાં તજવીજ હાથ ધરી છે.