વાંકાનેરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા બે ના મોત
મોરબી: વાંકાનેરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા એક યુવાન અને એક વૃદ્ધ નું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હશનપર ગામે રહેતા કિશનભાઇ માલાભાઈ બાંભવા (ઉ.વ.૧૮) ગત તા. ૦૬-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે અગાસી ઉપર નીણ (સુકુઘાસ) લેવા જતા થાંભલાના ઈલેક્ટ્રીક વાયરને અડી જતા શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના દીઘલીયા ગામે રહેતા હમીરભાઇ દેવશીભાઇ પરમાર (ઉ.વ.૬૫) ને ગત તા.૦૬-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે વાડીએ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





