વાંકાનેરની ભાવિશા સોનીએ નૂતન વર્ષના પ્રારંભે ક્રિષ્ના મોડર્ન આર્ટ આકર્ષક રંગોળી ચીરોળી રંગોથી બનાવી હતી.
વાંકાનેરનાં જડેશ્વર માર્ગ પાસે રહેતા ભાવિશા બેન સોનીએ પોતાના ઘેર આકર્ષક ક્રિશ્ના મોડર્ન આર્ટ રંગોળી બનાવી હતી, તેઓ દર સાલ નૂતન વર્ષના પ્રારંભે અલગ અલગ રંગોળી બનાવે છે, વિવિધ ચિરોડી રંગોથી આકર્ષક શેડ ઉપસાવવામાં આવ્યાં હતાં, સામાન્ય રંગો કરતાં ચીરોડી રંગોથી કોઈ પણ ભાત ઉપસાવવી અને આકાર આપવો ખૂબ કઠિન હોય છે, ત્યારે ભાવિશાબેન સોનીએ આકર્ષક મોડર્ન આર્ટ રંગોળી ત્રણ કલાકની જહેમત બાદ તૈયાર કરી હતી.