Monday, June 8, 2026

વાંકાનેરના વડસર નજીક ટ્રકે ઈકો કારને ઠોકર મારતાં યુવકનુ મોત: ત્રણ ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના વડસર નજીક ટ્રકે ઈકો કારને ઠોકર મારતાં યુવકનુ મોત: ત્રણ ઈજાગ્રસ્ત

મોરબી: જડેશ્વર મંદિરથી આગળ વાંકાનેરના વડસર નજીક ટ્રકે ઠોકર મારતાં ઈકો કારમાં બેઠેલ એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય તેમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈએ અકસ્માત સર્જી નાશી છુટેલા ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિટકો પોટરી સામે, આંબેડકરનગર-૦૪ માં રહેતા દિપકભાઈ કેશાભાઈ ચાવડા (ઉ.વ.૨૮) એ આરોપી ટ્રક નં – GJ-02-ZZ-5663 ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૧-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક નં- GJ-02-ZZ-5663ની પુરઝડપે અને બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આ કામનાં ફરીયાદીની ઇકો કાર નં.GJ-13-CC-0468 ને એકદમ ઘસાઇને ચલાવી સાઇડથી ઠોકર મારતા ફરીયાદીનાં ભાઇ કાળુભાઇ કેશાભાઇ ચાવડા ઉવ.૩૫ તથા સાહેદ મિત્ર પ્રશાંતભાઇ મનસુખભાઇ તથા દશરથભાઇ હકાભાઇ બોયર તથા રાહુલભાઇ ઓઘાભાઇ કોળીને નાની મોટી ઇજાઓ કરી ફરીયાદીનાં ભાઇ કાળુભાઇને વાંસામાં તથા છાતીમાં મુંઢ ઇજા કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આરોપી પોતાના હવાલાવાળી ટ્રક લઇને નાશી છુટયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,894

TRENDING NOW