Sunday, March 8, 2026

વાંકાનેરના રંગપર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા,ત્રણ ફરાર.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના રંગપર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા,ત્રણ ફરાર.

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા જ્યારે ત્રણ જુગારી નાસી છૂટ્યા હતા.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલ વનાભાઇ ગેલાભાઇ મેર, રમેશભાઇ મીઠાભાઇ મેર, રવુભાઇ ઉર્ફે મુન્નો જીલુભાઇ કારીયા, જયરાજભાઇ વલકુભાઇ ખાચર અને શીવકુભાઇ દડુભાઇ ખાચર નામના આરોપીઓ રોકડા રૂપિયા 21,300 અને ત્રણ મોટર સાયકલ કિંમત રૂપિયા 90,000 મળી 1,11,300ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.જ્યારે ત્રણ જુગારીઓ નાશી છુટતા તેમને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW