વાંકાનેરના પેડક સોસાયટીમા જુગાર રમતા છ ઝડપાયા.
વાંકાનેર શહેરનાં પેડક સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે પકડી પાડયા છે.ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમા આવેલ પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ, રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા, મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી, રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા ભગવાનજીભાઈ નારણભાઈ જાદવ અને અસરફભાઈ કાસમભાઈ સર્વદીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 12,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





