Friday, March 13, 2026

વાંકાનેરના ઢુવા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ પકડાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના ઢુવા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ પકડાયા.

મોરબી એલસીબી ની ટીમ તેમજ પેરોલ ફ્લો સ્કવોર્ડ દ્વારા વાંકાનેરના ઢુવા ગામેથી વાડીની ઓરડીમાંથી જુગાર રમતા બાર ઈસમો ને પકડી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમ તેમજ પેરોલ ફલો સ્કવોર્ડ નો સ્ટાફ કાર્યરત હોય દરમ્યાન ખાનગી રહે બાતમી મળી હોય કે વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે સ્મશાન સામેના ભાગે મોરિયું તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં અમુક ઈશમો જુગાર રમતા હોય ત્યારે બાજમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા ઈશમો મળી આવ્યા હતા ત્યારે તેનું નામ પૂછતા તેઓ
(૧) રવિરાજસિંહ સિંધવ
(૨) માધવસિંહ રાઠોડ
(૩) ગીરીશભાઈ ઉર્ફે ગૌતમ મોહીનાણી
(૪) ધીરુભાઈ રોજાસરા
(૫) મેહુલસિંહ રાઠોડ
(૬) મયુરભાઈ ભાડજા
(૭) કુલદીપભાઈ પરમાર
(૮) કિશનભાઇ ચનીયારા
(૯) જાવેદભાઈ સિપાઈ
(૧૦) કુતબેઆલમ સિપાઈ
(૧૧) પૃથ્વીરાજ ભાઈ ચૌહાણ
(૧૨) રાજદાનભા ગૂઢડા રહે બધા ઢુવા વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામની હડકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૨,૦૭,૦૦૦/- મોટરસાયકલ નંગ ચાર કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦/- મળીને કુલ કિંમત રૂપિયા ૩,૧૭,૦૦૦/- નો મુદ્દા માલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુનો નોંધી તપાસ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,595,596

TRENDING NOW