વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા ૫ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા આરોપી અરજણભાઇ રવાભાઈ લામકા (ઉ.વ.૪૨.રહે. પંચસીલ સોસા કુવાડવા રોડ વાંકાનેર), રમેશભાઈ વિભાભાઈ ફાઅંગલીયા (ઉ.વ.૨૪.રહે. રાતીદેવળી . વાંકાનેર), મુકેશભાઈ લાલજીભાઈ સાબરીયા (ઉ.વ.૩૬.રહે. સજ્જનપર.તા.વાંકાનેર), મેહુલભાઈ વિનયચંદ્ર મારૂં (ઉ.વ.૪૨.રહે. વાંકાનેર ઝાંપા શેરી જવાસા રોડ.વાંકાનેર), ઈબ્રાહિમભાઈ અલ્લારખાભાઈ હાલા (ઉ.વ.૫૫.રહે. વાંકાનેર હાઉસિંગ સોસાયટી રેલ્વે સ્ટેશન બાજુમાં.વાંકાનેર),ને પોલીસે ૨૩,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે આરોપી હનીફભાઇ વકાલીયા મોમીન (રહે. તીથવા.વાંકનેર),નીઝામભાઈ મોમીન (રહે. તીથવા. વાંકાનેર) સ્થળ પરથી નાશી છુટેલા જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.