વવાણીયા ગામે વાડામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
માળિયાના વવાણીયા ગામે વાડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો માળિયા (મી) પોલીસે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળિયાના વવાણીયા ગામે વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૪૯ કિં રૂ. ૧૬૩૫૦ નો મુદામાલ માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સાગર રામભાઇ સવસેટા રહે. વવાણીયા તા.માળીયા (મી) વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.





