વનાળીયા ગામે વાડીમાં જુગાર રમતા 12 શકુનિઓને રૂ. 4.63 લાખના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા
મોરબી: વનાળીયા ગામની સીમ કેનાલની બાજુમાં આવેલ વાડીમાં જુગાર રમતા કુલ-૧૩ આરોપીઓ પૈકી બાર આરોપીને રોકડા રૂપીયા-૪,૬૩,૮૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલ છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ અંકુશ લાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફ પ્રયત્નશિલ હતા.
તેદરમ્યાન એલ.સી.બી.મોરબીના પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, તથા પોલીસને બાતમી મળેલ કે, મનોજભાઇ રતીલાલ સદાતીયા રહે. મોરબી દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક તાજી.મોરબી વાળો વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ વાડીમાં રેઇડ કરતા કુલ-૧૨ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૪,૬૩,૮૦૦/- નો મુદામાલ સાથે મળી આવતા તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
- પકડાયેલ આરોપીઓ
૧. ભાવેશભાઇ કાનજીભાઇ પટેલ ઉ.વ. ૩૧
૨. પ્રકાશભાઇ નરભેરામભાઇ પટેલ ઉ.વ. ૩૫
૩. મીલનભાઇ રમેશભાઇ પટેલ ઉ.વ. ૨૯
૪. મનીષભાઇ કેશવજીભાઇ પટેલ ઉ.વ. ૩૧
૫. જયદીપભાઇ ઘનશ્યામભાઇ પટેલ ઉ.વ. ૨૬
૬. ભાવેશભાઇ ભગવાનજીભાઇ પટેલ ઉ.વ. ૩૫
૭. રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ દરબાર ઉ.વ. ૩૪
૮. ઇન્દ્રસિંહ ગંભીરસિંહ દરબાર ઉ.વ.૫૨
૯. લીલાધરભાઇ બેચરભાઇ પટેલ ઉ.વ. ૫૧
૧૦. વિશાલભાઇ હસમુખભાઇ પટેલ ઉ.વ. ૨૯
૧૧. નંદલાલભાઇ લખમણભાઇ પટેલ ઉ.વ. ૪૦ ૧૨. હીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ દરબાર ઉ.વ. ૩૯
રહે. બધા મોરબી
પકડવાનો બાકી આરોપી
(૧) મનોજભાઇ રતીલાલ સદાતીયા રહે. મોરબી દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક તાજી.મોરબી.