વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચના કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે વહેલી સવારે પીએમ બેટ દ્વારકા પહોંચ્યા હતા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચના કરી હતી. બપોરે લગભગ 1 વાગ્યે, PM મોદી દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.



આ પછી બપોરે 3.30 વાગ્યે મોદી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), રાજકોટ જશે. તેઓ સાંજે 4:30 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રૂ. 48,100 કરોડથી વધુની રકમની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે.





