વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે આમંત્રણ આપતા વાંકાનેર ના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા


આવતી કાલે એટલે કે ૨૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી જામનગર જતી વંદે ભારત ટ્રેનની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવનાર છે. ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ ટ્રેન વાંકાનેર જંક્શન પર પણ આવવાની છે. ત્યારે વાંકાનેર ના રાજવી અને સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા એ મોરબી ની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કે આ ટ્રેન ના સ્વાગતમાં વધુ ને વધુ લોકો જોડાય અને આ કાર્યક્રમ સહભાગી બને.





