Tuesday, June 23, 2026

લ્યો બોલો હવે ગુન્હેગારો જેલ માંથી ખંડણી કરી રહ્યા છે.

Advertisement
Advertisement
Advertisement

લ્યો બોલો હવે ગુન્હેગારો જેલ માંથી ખંડણી કરી રહ્યા છે.

મોરબી માં ગુન્હેગારો બેફામ બન્યા છે. ત્યારે જાણે ગુન્હેગારોને કાનૂનની બીક જ ના રહી હોઈ તેવી ઘટના મોરબીમાં સામે આવી છે. મોરબીમાં ગુન્હેગાર જે જેલ માં હોઈ, ત્યારે જેલ માંથી ફોન કરી બે લાખ રૂપિયાની ખંડણી કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના વિસીપરામાં રમેશ કોટન મિલમાં રહેતા અને મીલના ઝાંપા પાસે લાકડાનો ડેલો ચલાવતા હરગોવિંદભાઈ દયારામ ચૌહાણ નામના વૃદ્ધે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કરું હતું કે, ગઈકાલે હું મારા લાકડાના ડેલો હતો ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં એક અજાણ્યો વ્યક્તિ મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે આલ્યો આ ફોનમાં વાત કરો જેથી હરગોવિંદભાઈએ કહ્યું હતું કે તમે કોણ છો ? જેથી આ વ્યક્તિએ કહ્યું હતું કે, હું ડાડાભાઈનો નાનોભાઈ અલ્લારખાભાઇ તાજમામદ જેડા તમે ફોનમાં વાત કરો.જેથી હરગોવિંદભાઈ દયારામ ચૌહાણે ફોનમાં વાત કરતા સામે કહ્યું હતું કે, હું ડાડો જેડા બોલું છું, ફારૂક મેમણ અને તેના દીકરાનું ખૂન કર્યું એ ડાડો જેડા બોલું છું, તને બહુ હવા છે ? મારો માણસ તારી પાસે આવ્યો ત્યારે તે કેમ રૂપિયા ન આપ્યા ? હવે તારે શું કરવાનું છે ? આ મારો ભાઈ અલ્લારખો આવ્યો છે તેને તું ત્રણ દિવસમાં ગમે ત્યાંથી બે લાખ આપી દેજે ! જેથી હરગોવિંદભાઈએ શેના પૈસા આપવાના તેમ કહેતા ડાડો બેફામ ગાળાગાળી કરી તારે જીવવાનું હોય તો રૂપિયા આપી દેજે નહીં તો હું પેરોલ ઉપર આવીશ ત્યારે તને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

વધુમાં હરગોવિંદભાઈએ ડાડાને કહ્યું હતું કે, અગાઉ તો બે વખત તને રૂપિયા આપ્યા હવે આટલા બધા રૂપિયા હું તમને નહીં આપી શકું તેમ જણાવતા ફરી ડાડાએ હરગોવિંદભાઈને ગાળો આપી કહ્યું હતું કે હું તો જેલમાં છું પરંતુ મારા ભાઈઓ ટકી, જલાલ અને અલ્લારખો બહાર છે તો તારું જીવવું મુશ્કેલ થાશે તેવી ધમકી આપતા અંતે આજે હરગોવિંદભાઈએ હિંમત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ખંડણી મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,174

TRENDING NOW