Friday, June 19, 2026

લીલાપર રોડ ના ન્યુ પ્રજાપત સોસાયટીના રહેણાક મકાન માંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

લીલાપર રોડ ના ન્યુ પ્રજાપત સોસાયટીના રહેણાક મકાન માંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો.

મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટીમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૭ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવીજન પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી વાળા પોતાના રહેણાંક મકાનમા ઈગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે રેડ કરતા રહેણાંક મકાને આરોપી વિજયભાઇ સામતભાઇ સાવધાર રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતસોસાયટી વાળો હાજર મળી આવતા તેને ઝડપી પાડયો છે જ્યારે આરોપી જગદીશભાઇ સામતભાઇ સાવધાર રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતસોસાયટી હાજર નહી મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ રહેણાંક મકાનમાથી ઇંગ્લીશદારૂ ની બોટલ નંગ-૬૭ કિ.રૂ.૩૩૨૭૫ તથા એકટીવા તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ રૂ.૯૩૨૭૫/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,608,686

TRENDING NOW